રાજસ્થાન: રામકથાનો મંડપ તૂટી પડતા 14 વ્યક્તિના મોત
Live TV
-
બાડમેર જિલ્લાના જસોલ ગામમાં ભારે પવન અને વરસાદના લીધે તૂટી પડ્યો મંડપ
બાડમેર જિલ્લાના જસોલ ગામમાં ભારે પવન અને વરસાદના લીધે ગઇકાલે રામકથાનો મંડપ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મંડપની નીચે દબાઈ જવાના અને વીજ કરંટ લાગવાથી 14 વ્યક્તિના મોત નિપજ્યાં છે. જ્યારે આશરે 50થી વધુ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે બાલોતરાની નાહટા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તો રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે પણ ટ્વીટ સંદેશ દ્વારા શોક વ્યક્ત કર્યો છે.
