ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાએ રશિયાની વેક્સિન સ્પુતનિક-વીના ઈમરજન્સી ઉપયોગ માટે આપી મંજુરી
Live TV
-
દેશમાં કોવિડ-19ની બીજી લહેર વચ્ચે ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા રશિયાની વેક્સિન સ્પુતનિક -વીને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે
ભારતના નાગરિકો માટે તેજેતરમાં જ ભારતીય ઔષધિ મહાનિયંત્રણ ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાના નિષ્ણાંતો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ઔષધિ મહાનિયંત્રણ ડીસીએજીના નિષ્ણાંતોએ રશિયાની કોરોના વિરોધી રસી સ્પુતનિક-વીનો ભારતમાં ઉપયોગ કરવાની અનુમતી આપી દીધી છે. ભારતમાં કોવિડ મહામારીનો સામે રક્ષણ આપતી આ ત્રીજી વેક્સિનને મંજૂરી મળી છે. હૈદરાબાદ સ્થિત ડૉ. રેડ્ડી લેબમાં આ સ્પુતનિક-વી વેક્સિનનું ક્લીનીકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડૉ. રેડ્ડી લેબ દ્વારા સ્પુતનિક-વી વેક્સિન અસરકારક હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભારતની આ ડૉ. રેડ્ડી લેબએ રુસી પ્રત્યેક્ષ નિરવેશ કોષ આરડીઆઇએફ સાથે સમજૂતી કરી છે, જેથી ભારતને આ વેક્સિન મળી શકે.
