Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે દેશના મુખ્ય વૈશ્વિક સંમેલન રાયસીના સંવાદના છઠ્ઠી શ્રેણીનું કરશે ઉદ્દઘાટન

Live TV

X
  • ચાર દિવસીય ચાલનારો આ કાર્યક્રમ ઓનલાઇન યોજાશે જેમાં 50 દેશોના 150 વક્તાઓ ભાગ લેશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકીય વિષય સાથે જોડાયેલ દેશના મુખ્ય વૈશ્વિક સંમેલન રાયસીના સંવાદની છઠ્ઠી શ્રેણીનાં કાર્યક્રમનું ઉદ્ધાટન કરશે. હાલ દેશભરમાં વધી રહેલા કોરોના મહામારીના સંક્રમણને ધ્યાનમાં લઇ રાયસીના સંવાદની આ છઠ્ઠી શ્રેણીનાં કાર્યક્રમનું આયોજન ઓનલાઇન કરવામાં આવ્યું છે. આ સંમેલન આજથી શરૂ થશે તેમજ આગામી 16 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ વખતે રાયસીના સંવાદના છઠ્ઠી શ્રેણીનાં કાર્યક્રમનું થીમ "વાયરલ વર્લ્ડ આઉટ બ્રેક્સ, આઉટલિયર્સ એન્ડ આઉટ ઓફ કંટ્રોલ" રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આગામી 4 દિવસમાં એટલે કે 16 એપ્રિલ સુધીમાં કુલ 50 સત્ર યોજાશે, જેમાં 50 દેશોના અને બહુપક્ષીય સંગઠનોના 150 વક્તાઓ ભાગ લેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply