દેશના મુખ્ય ચૂંટણી અધિકારી પદે આજે સુશીલ ચંદ્રા સંભાળશે પદભાર
Live TV
-
સુનિલ અરોરાનો સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયો હતો
દેશના 23માં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે 2018માં પદભાર સંભાળનાર સુનીલ અરોરાનો પદભાર સોમવારે પૂર્ણ થયો હતો અને હવે તે મુખ્ય ચૂંટણી કમિશનર પદેથી મુક્ત થયા છે. ત્યારે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 24માં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે સુશીલ ચંદ્રાની પસંદગી કરવામાં આવી છે. દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે સુશીલ ચંદ્રા આજે પદભાર સંભાળશે.
