Skip to main content
Settings Settings for Dark

તબલીગી જમાતથી જોડાયેલા 960 વિદેશીઓને ગૃહમંત્રાલયે કર્યા બ્લેકલિસ્ટ

Live TV

X
  • પર્યટન વીઝા પણ રદ્દ કરાયા, ગૃહ મંત્રાલયની સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે આપી જાણકારી

    ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે 9,000 તબલીગી જમાત સાથે જોડાયેલા સભ્યો અને તેમના સંપર્કોની ઓળખ કરવામાં આવી છે અને તેમને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. આ દરમિયાન સરકારે તબલીગી જમાતનાં 960 વિદેશી સભ્યોનાં વિઝા કેન્સલ કરી દીધા છે. ગૃહ મંત્રાલયની સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે ગુરુવારનાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અત્યાર સુધી જે 9,000 તબલીગી જમાતનાં કાર્યકર્તા અને તેમના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ થઈ છે, તેમાં 1306 વિદેશી છે અને બાકીનાં ભારતીય છે.ગૃહ મંત્રાલયે રાજ્યોનાં સંપર્ક બાદ આ આંકડા મેળવ્યા છે. આ મામલે સંપૂર્ણ રીતે કાર્યવાહી ચાલી રહી છે. તો સરકારે તબલીગી જમાતનાં 960 વિદેશી સભ્યોનાં વિઝા કેન્સલ કર્યા છે અને બ્લેક લિસ્ટ કર્યા છે. દિલ્હીમાં લગભગ 2,000 તબલીગી જમાતનાં કાર્યકર્તાઓ હતા, તેમાં લગભગ 250 વિદેશી હતા. આમાં 1,804ને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, 334ને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.કોરોનાનાં કારણે દિલ્હીમાં ગુરુવારનાં બે લોકોનાં મોત થયા. આ બંને નિઝામુદ્દીન મરકઝનાં કાર્યક્રમમાં સામેલ થયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply