પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિડિયો મેસેજ : 5 એપ્રિલે રાત્રે 9 કલાકે 9 મિનિટ ઘરમાં દિવો પ્રગટાવવા અપીલ
Live TV
-
પ્રેરણાત્મક સંબોધનમાં કોરોના નામના અંધકાર સામે લડાઈ માટે PMનો મંત્ર- તમસો મા જ્યોર્તિગમયમ્
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરાના મહામારી વચ્ચે આજે દેશવાસીઓ સાથે 11 મિનિટનો એક મેસેજ શેર કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, 5 એપ્રિલે આપણે સૌએ મળીને કોરોનાને પ્રકાશની શક્તિનો અનુભવ કરાવવનો છે. રાતે ઘરની તમામ લાઈટો બંધ કરીને બાલ્કનીમાં ઊભા રહીને નવ મિનિટ સુધી દીવો, મીણબત્તી, અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલું કરજો. આ કહી તેમણે કહ્યું- તમસોમાં જ્યોર્તિગમય. આ કાર્યક્રમ વખતે કોઈએ ક્યાંય પણ ભેગા થવાનું નથી. રસ્તા પર શેરીઓ અથવા મોહલ્લામાં જવાનું નથી. તમારા ઘરની બાલ્કનીમાંથી જ કરવાનું છે. સોશ્યલ ડિસ્ટેસિંગની રેખાને ઓળંગવાની નથી. કોરોનાની ચેઈન તોડવાનો આજ રામબાણ ઈલાજ છે. એટલા માટે જ રવિવારની રાતે થોડા સમય એકલા
બેસીને માં ભારતીનું સ્મરણ કરો. સામૂહિકતાનો અહેસાસ કરો. આ આપણને સંકટના સમયમાં લડવાની શક્તિ આપશે. પીએમ મોદીએ આ મેસેજ દ્વારા છેલ્લા 12 દિવસથી ઘરમાં રહેલા લોકોને મોટિવેટ અને તેમને કોરોના સામેની આગળની લડાઈ લડવા માટે પ્રોત્સાહિત કર્યા છે.પ્રધાનમંત્રીએ કહ્યું કે, લૉકડાઉનનો સમય જરૂરી છે. આપણે પોતપોતાના ઘરમાં જરૂર છો પરંતુ આપણામાંથી કોઈ એકલું નથી. 130 કરોડ દેશવાસીઓની સમૂહ શક્તિ દર વ્યક્તિની સાથે છે. આ કોરોના સંકટથી જે અંધકાર અને અનિશ્ચિતતા ઊભી થઈ છે તેને સમાપ્ત કરવા આપણે પ્રકાશ અને નિશ્ચિતતાની તરફ વધવાનું છે. આ અંધકારમય કોરોના સંકટને પરાજિત કરવા માટે આપણે પ્રકાશના તેજને ચારેય દિશામાં ફેલાવવાનો છે.
