સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહ મંત્રાલયે જણાવ્યું કે દેશ માંથી કોરોના વાયરસને ખતમ કરવા માટે લોકોનો સહયોગ જરૂરી
Live TV
-
કોરોના વાયરસથી સંક્રમિત 150 લોકો સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે. હજુ 1764 દર્દીઓ સારવાર હેઠળ છે. સરકાર સતત લોકોને અપીલ કરી રહી છે કે તેઓ લોક ડાઉનના નિર્દેશોનું પાલન કરે અને પોતાના ઘરોમાં જ રહે.
દેશમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ ગંભીર બની રહી છે. સમગ્ર દેશમાં કોવિડ-19 ના સક્રિય સંક્રમિત 1,965 કેસ નોંધાયા છે દેશ ભરમાં 50 કોરોના સંક્રમિત દર્દીના મોત થયા છે. જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત 150 લોકો સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે. હજુ 1764 દર્દીઓ સારવાર હેઠળ છે. સરકાર સતત લોકોને અપીલ કરી રહી છે કે તેઓ લોક ડાઉનના નિર્દેશોનું પાલન કરે અને પોતાના ઘરોમાં જ રહે. જેથી કરીને કોરોના વાયરસની સંક્રમણની ચેનને તોડી શકાય. આ દરમિયાન દેશમાં મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોના વાયરસ થી સંક્રમિત સૌથી વધારે કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે દેશ માંથી કોરોના વાયરસને ખતમ કરવા માટે લોકોનો વધારે સહયોગ જરૂરી છે. જોકે સ્થળાંતર કરનાર લોકો માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. તમામ રાજ્યો આ દિશામાં યોગ્ય પગલાં ભરી રહ્યાં છે. સરકારે જણાવ્યું હતું કે કેટલાક લોકો આ મહામારી સામેની જંગ માં યોગ્ય સહયોગ નથી આપી રહ્યાં અને જાણકારી નથી આપી રહ્યાં તેથી પોઝીટીવ કેસ વધી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કોરોના વાયરસ વિરુદ્ધ લેવામાં આવતા નિર્ણયો અને સમીક્ષા માટે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે વાત કરાઈ હતી. આ બેઠકમાં દિલ્હી, કેરળ, ઝારખંડ, મહારાષ્ટ્ર, પંજાબ, આંધ્રપ્રદેશ અને ઉત્તરા ખંડના તબીબો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ આરોગ્ય મંત્રી એ દૂર દર્શન સાથેની વાત ચીતમાં જણાવ્યું હતું કે ,ભારતમાં કોરોનાને ડામવા માટે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે.
