તામિલનાડુના પ્રવાસ સાથે PM મોદીએ ચુંટણી અભિયાનનો કર્યો પ્રારંભ
Live TV
-
તામિલનાડુની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાંચીપુરમમાં એક જનસભાને સંબોધિત કરતા જણાવ્યુ હતું કે કેન્દ્ર તામિલનાડુમાં કાપડ ક્ષેત્રના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વણકરો માટે 70 અબજ રૂપિયાની સબ્સિડી આપવામાં આવી છે.
તેમણે કહ્યું હેન્ડલુમના બે લાખથી વધુ કાર્યકરોના ઉત્થાન માટે કેન્દ્ર મદદ કરી રહ્યું છે, જેમાંથી મોટા ભાગના તમિલનાડુમાં છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે દેશમાં વિદેશી પર્યટકોના આગમનમાં 42 ટકાની વૃદ્ધિ થઈ છે તેમજ વિદેશી ચલણથી થતી આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે સરકારે ચેન્નઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનનું નામ બદલીને એને એમ જી રામચંદ્રનના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે.
