Skip to main content
Settings Settings for Dark

દેશમાં પ્રથમ વખત સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટર સોલાર પ્રોજેક્ટ નીતિ થશે અમલી 

Live TV

X
  • પુનઃ પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનમાં  નાના વીજ ઉત્પાદકો માટે  ગુજરાત સરકારે નવતર અભિગમ અપનાવ્યો છે.  જે અંતર્ગત  "સ્મોલ સ્કેલ ડ્રીસ્ટ્રીબ્યુટર સોલાર પ્રોજેકટ નીતિ"  સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં અમલી બનશે તેમ રાજ્યના ઊર્જા મંત્રી  સૌરભ પટેલે આજે જણાવ્યુ હતું.

    ઉર્જા મંત્રી પટેલે વધુમાં જણાવ્યુ હતું કે નાના વીજ ઉત્પાદકો માટે આ અનેરી તક છે. આ નીતિ આગામી પાંચ વર્ષ માટે અમલી બનશે.  તેમણે જણાવ્યુ હતું કે ૫૦૦ કિલોવોટથી ૪ મેગાવોટની ક્ષમતાના નાના સોલાર પ્રોજેકટ સ્થાપી શકાશે. આ પ્રોજેકટ દ્વારા ઉત્પન્ન થતી વીજળીને રાજ્યની વીજ કંપનીઓ ખરીદશે.

    વધુ વિગતો આપતા ઊર્જા રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે ખેડૂતો તેમની બિન ઉપજાઉ કે પડતર જમીનમાં આવા નાના પ્રોજેકટ સ્થાપીને કે જમીન લીઝ ઉપર આપીને  આવક ઊભી કરી શકશે. જેનાથી સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply