દેશનું સૌથી સ્વચ્છ શહેર ઈન્દૌર, ટોપ-10 સ્વચ્છ શહેરોમાં અમદાવાદ સામેલ
Live TV
-
દિલ્હીના વિજ્ઞાનભવનમાં આજે સ્વચ્છ સર્વેક્ષણ -2019 માટે એવોર્ડ વિતરણ સમારંભ યોજાયો હતો.જેમાં દેશના વિજેતા શહેરોને રાષ્ટ્રપતિના હસ્તે સ્વચ્છતા પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
આ સ્વચ્છતા પુરસ્કાર સમારંભમાં ઈન્દોર શહેરને સ્વચ્છતા માટે પ્રથમ ક્રમાંક મળ્યો હતો. આ સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ શહેરનો. નંબર આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત ત્રણ વર્ષના સર્વેક્ષણમાં અમદાવાદ બે વખત 14માં ક્રમે અને એક વખત 12મા ક્રમે હતું. સર્વેક્ષણ માટે પશ્ચિમ બંગાળને છોડીને દેશના 4000 શહેરોમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.
દર વર્ષે સ્વચ્છ સર્વેક્ષણનું પરિણામ એપ્રિલ કે મે મહિનામાં જાહેર થાય છે પરંતુ આ વર્ષે મે માસમાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને પરિણામ વહેલુ જાહેર કરવામાં આવ્યું હતું.
