PM નરેન્દ્ર મોદી આજે દેશભરમાં જન ઔષધિ કેન્દ્રોને સંબોધન કરશે
Live TV
-
જન ઔષધિ કેન્દ્રો પર લાભાર્થી, ડોક્ટર અને આમ લોકો પણ ઉપસ્થિત રહેશે
આજે પ્રથમ જન ઔષધિય દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરના ,પાંચ હજારથી વધારે ,જન ઔષધિ કેન્દ્રોને સંબોધિત કરશે. આ દરમિયાન આ તમામ જન ઔષધિ કેન્દ્રો પર ,લાભાર્થી, ડોક્ટર અને આમ લોકો પણ ,ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે જેનરિક દવાનો લાભ અને, જન ઔષધિ કેન્દ્રોના ઉપયોગ વિશે ,જાણકારી આપવામાં આવશે. કેન્દ્રીય રસાયણમંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું છે કે, કેન્દ્રોમાં મળનારી જેનરિક દવાઓથી ,સામાન્ય લોકો ને,સસ્તી દવા મળી રહે છે. સરકાર આયુષ્યમાન ભારત અને પ્રધાનમંત્રી જનઔષધિ જેવી યોજના દ્વારા બધા માટે ગુણવત્તાપૂર્ણ સ્વાસ્થ્ય દેખભાળ માટે સુનિશ્ચિત કરવા સતત કામ કરી રહી છે. આ પરિયોજનાથી સામાન્ય નાગરિકોને લગભગ 1000 કરોડ રુપિયાની બચત થઈ છે. કેન્દ્રો દ્વારા અપાતી દવાઓની કિંમત એવરેજ બજાર મૂલ્યથી 50થી 90 ટકા ઓછી હોય છે. જનઔષધિ દિવસ ઉપર આજે બધા કેન્દ્રો ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી વધારેથી વધારે લોકોને આ વિશે જાગૃત કરવામાં આવી શકે
