તામિલનાડુની વેલ્લોર સંસદીય બેઠક પર મતદાન રદ્દ, ત્રિપુરા પૂર્વ લોકસભા બેઠક પર મતદાન 23 એપ્રિલે
Live TV
-
મતદાતાઓને પ્રભાવિત કરવા માટે ભારે માત્રામાં રોકડ મળી આવતા લેવાયો નિર્ણય
ચૂંટણી પંચે તમિલનાડુની વેલ્લોર લોકસભા બેઠક પર મતદાન રદ્દ કરી દીધું છે, મતદાતાઓને પ્રભાવિત કરવા માટે ભારે માત્રામાં રોકડ જપ્ત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રિપુરા પૂર્વી સંસદીય બેઠક પર પણ સુરક્ષા કારણોના કારણે હવે 18 એપ્રિલની જગ્યાએ 23 એપ્રિલે મતદાન થશે. ચૂંટણી પંચે આ સંબંધમાં રાષ્ટ્રપતિને ભલમાણ કરી હતી, જેના પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. તામિલનાડુના વેલ્લોર ક્ષેત્રથી દ્રમુકના ઉમેદવાર કાર્યાલયથી અમુક દિવસો પહેલા કથિત રૂપથી ભારે માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી હતી
