તામિલનાડુમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ
Live TV
-
મુખ્યમંત્રી એ. કે.પલાનીસામીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલ વાવાઝોડા ગજને લીધે મૃતકોની સંખ્યા 33 થઈ છે. જેમાં 11 મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે.
તામિલનાડુમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. મુખ્યમંત્રી એ. કે.પલાનીસામીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલ વાવાઝોડા ગજને લીધે મૃતકોની સંખ્યા 33 થઈ છે. જેમાં 11 મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, મૃત્યુ પામનારના નજીકના પરિવારજનોને 10 લાખ રૂપિયાની રકમ ચૂકવાશે. રાજ્યમાં વીજ પૂરવઠો પૂર્વવત કરવા માટે 10 હજાર કર્મચારીઓનેફરજ પર મૂકાયા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
