Skip to main content
Settings Settings for Dark

તૂતીકોરિન હિંસામાં વધુ એક મોત, વિપક્ષે જલિયાવાલા બાગ સાથે કરી સરખામણી

Live TV

X
  • તૂતીકોરિનના અન્ના નગરમાં ભડકેલી હિંસા પર કાબૂ કરવા માટે પોલીસે કરેલી ગોળીબારીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે.

    તામિલનાડુના તૂતીકોરિનમાં એકવાર ફરી હિંસા ભડકી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે ત્યાં પ્રદર્શનકારીઓએ પોલીસની બે બસોને સળગાવી દીધી છે. અહીં લોકો વેદાંતાની સ્ટરલાઇટ કોપર પ્લાન્ટ સામે પ્રદર્શન કરી રહ્યાં લોકો પર પોલીસની ફાયરિંગના કારણે રોષે ભરાયેલા છે. તંત્રએ ઘટનાસ્થળે હાલ કલમ 144 લગાવી દીધી છે. જ્યારે પાડોશી જિલ્લામાં 200થી વધારે પોલીસ કર્મીઓને સુરક્ષા માટે મોકલવામાં આવ્યાં છે.

    તૂતીકોરિનના અન્ના નગરમાં ભડકેલી હિંસા પર કાબૂ કરવા માટે પોલીસે કરેલી ગોળીબારીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે.

    રજનીકાંતે પણ એક વીડિયો મેસેજ ટ્વિટ કરીને પીડિત પરિવારો પ્રતિ સંવેદના દર્શાવી છે. આ વચ્ચે સરકારે આ મામલાની તપાસ માટે રિટાયર્ડ જજ અરૂણ જગદીશનને નિયુક્ત કર્યાં છે. ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે આ મામલામાં રિપોર્ટ આપી છે. જ્યારે મદ્રાસ હાઇકોર્ટની મદુરૈ બેંચએ સ્ટરલાઇટ પ્લાન્ટના નવા કોપર સ્મેલ્ટર (તાંબૂ ગાળવાની યુનિટ)ના નિર્માણ પર રોક લગાવી દીધી છે.

    વેદાંતાના તૂતીકોરિયન પ્લાન્ટનો વિવાદ સાથે છે જૂનો નાતો

    જો કે હાલ પણ પોલીસ ફાયરિંગમાં મરનારા વ્યક્તિઓની સંખ્યા વધવાની આશંકા છે. નોંધનીય છે કે પોલીસ ફાયરિંગમાં 20થી વધારે લોકો ઘાયસ થયા છે જ્યારે 9 લોકોની હાલત ગંભીર છે. તંત્રએ બુધવારે પણ સાર્વજનિક ટ્રાન્સપોર્ટના સંચાલનની અનુમતિ આપી નથી. બીજી તરફ ટ્રેડ યુનિયનોએ હડતાલનું આહ્વાન કર્યું છે.

    જલિયાવાલા બાગ સાથે કરી સરખામણી
    ડીએમકેના અન્ય નેતા આ ગોળીબારીની તુલના જલિયાવાલા બાગ સાથે કરી હતી. તેમણે કહ્યું કે જલિયાવાલા બાગમાં અંગ્રેજોએ અંધાધુઘ ગોળીબાર કર્યો હતો અને અનેક લોકો માર્યા ગયા હતા. તેમણે આરોપ લગાડ્યો કે તામિલનાડુમાં આપખુદ શાહી ચાલે છે. સરકાર અસરકારક રીતે વહીવટ કરી શકતી નથી. સરકારે ઘર ભેગા થવું જોઇએ. ડીએમકેએ દરેક દળોને આ ઘટના સામે 25 મેના રોજ વિરોધ પ્રદર્શનનું આહ્લાન કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply