Skip to main content
Settings Settings for Dark

તેલંગાણા હાઇડલ પાવર સ્ટેશનમાં ભીષણ આગ લાગી

Live TV

X
  • તેલંગાણાના નાગારકુર્નુલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલમાં આવેલા ટીએસ ગેન્કોના હાઇડલ પાવર હાઉસમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ મળ્યા હતા. આગ લાગી ત્યારે અંદર સત્તર કર્મચારી કામ કરી રહ્યા હતા. એમાંના આઠ કર્મચારી સુરંગ દ્વારા સુરક્ષીત રીતે બહાર આવી ગયા હતા. બાકીના કર્મચારીને બચાવવાના પ્રયાસો ચાલુ હતા.ગુરૂવારે મોડી રાત્રે ચોમેર ધૂમાડાના ગોટેગોટા દેખાતાં આગ લાગી હોવાની જાણકારી મળી હતી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શંકા સેવાતી હતી. આગમાં ફસાયેલા લોકોમાં છ કર્મચારી ટીએસ ગેન્કો કંપનીના હતા અને બીજા ત્રણ પ્રાઇવેટ કંપનના હતા. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનો તરત કામે લાગ્યા હતા. અંદર ફસાયેલા ડેપ્યુટી એંજિનયર અને સહાયક એંજિનિયર્સને ઊગારી લેવાના પ્રયાસો ચાલુ હતા. ફાયર બ્રિગેડના કર્મચારીઓના કહેવા મુગબ ગાઢ ધૂમાડાના કારણે રાહત કાર્યમાં તકલીફ પડી રહી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply