તેલુગુ દેશમ પાર્ટીએ 126 ઉમેદવારની યાદી કરી જાહેર
Live TV
-
આંધ્રપ્રદેશમાં સત્તાધારી તેલુગુ દેશમ પાર્ટીએ રાજ્યમાં 11 એપ્રિલે યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે 126 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં મુખ્યમંત્રી અને તેલુગુદેશમ પાર્ટીના અધ્યક્ષ એન. ચંદ્રબાબુ નાયડુ અને તેમના પુત્ર નારા લોકેશનું નામ પણ સામેલ છે. ચંદ્રબાબુ નાયડુના પુત્ર લોકેશ અમરાવતી રાજધાની ક્ષેત્રના મંગલાગીરી ક્ષેત્રથી પોતાની પ્રથમ ચૂંટણી લડશે જ્યારે ચંદ્રબાબુ નાયડુ સાતમી વાર તૂર જિલ્લાના કુપન વિધાનસભા બેઠકથી ચૂંટણી લડશે. રાજ્યમાં કુલ 175 વિધાનસભા બેઠક માટે ચૂંટણી યોજાશે
