ત્રણ દેશોના પ્રવાસના અંતિમ પડાવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શનિવારે ચિલી પહોંચ્યા
Live TV
-
વિમાની મથકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ભવ્ય સ્વાગત થયું હતું. રાષ્ટ્રપતિ આજે ચિલીના પ્રમુખ સેબેસ્ટીઅન પિનેરા સાથે મુલાકાત કરશે.
ત્રણ દેશોના પ્રવાસના અંતિમ પડાવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શનિવારે ચિલી પહોંચ્યા હતા. વિમાની મથકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ભવ્ય સ્વાગત થયું હતું. રાષ્ટ્રપતિ આજે ચિલીના પ્રમુખ સેબેસ્ટીઅન પિનેરા સાથે મુલાકાત કરશે. બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ કક્ષાની મંત્રણા પણ થવાની છે. રાષ્ટ્રપતિ કોવિંદ ચિલી વિશ્વ વિદ્યાલયમાં એક કાર્યક્રમને પણ સંબોધશે. આ પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બોલિવિયામાં પ્રવાસી ભારતીયોના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિએ પ્રવાસી ભારતીયોને ભારતના આર્થિક વિકાસમાં સહયોગ કરવાની અપીલ કરી હતી.
