દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા
Live TV
-
. ગહંડ વિસ્તારમાં સેનાને બેથી ત્રણ આતંકીઓ છુપાયાં હોવાની માહિતી મળી હતી. જે બાદ સેનાના જવાનોએ ચારે બાજુથી આતંકીઓને ઘેર્યા હતા અને કાર્યવાહી શરૂ કરી હતી
દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં આજે સવારે સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. ગહંડ વિસ્તારમાં સેનાને બેથી ત્રણ આતંકીઓ છુપાયાં હોવાની માહિતી મળી હતી. જે બાદ સેનાના જવાનોએ ચારે બાજુથી આતંકીઓને ઘેર્યા હતા અને કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહીમાં સેનાની 34 આરઆરની ટીમ અને એસઓજીના જવાનો સામેલ હતા. હાલ વધુ આતંકીઓ છુપાયા છે કે નહીં તે અંગે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
