દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત
Live TV
-
ગુજરાતમાં છેલ્લા કેટલાદ દિવસથી પડી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.દક્ષિણ ગુજરાતમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો.છે. મુંબઈથી ગુજરાત તરફ આવતી ટ્રેનો રદ કરવામાં આવી હતી.જો કે ટ્રેક પરથી પાણી ઓછરાતા ટ્રેનો ફરી ચાલુ કરાઈ હતી.ગીર સોમનાથના સુત્રાપાડામાં આઠ ઇંચ, કોડીનાર તાલુકામાં સાત ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે ગીર ગઢડાનો , દ્રોણેશ્વર ડેમ છલકાઈ ગયો હતો.તો આજે અમદાવાદમાં ગત મોડી રાત્રથી સમગ્ર શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરના થલતેજ, જજીસ બંગલો, બોડકદેવ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, સત્તાધાર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. બીજી તરફ રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
