મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, લોકલટ્રેનો રદ્દ કરાઈ
Live TV
-
મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વર સાદ થતાં લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.
મોટાભાગની શાળાઓ અને કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે અને લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપી છે. મુંબઈમાં થઈ રહેલા સતત વરસાદના કારણે મુંબઈની ગતિ પર બ્રેક લાગી ગઈ છે.
ભારે વરસાદના પગલે મુંબઈ શહેર પાણી પાણી થઈ ગયું છે. પરેલ, ખાર પશ્ચિમ, હિંદમાતા, થાણે, વસઈ, દાદરમાં તો વરસાદે માઝા મૂકી છે. ભારે વરસાદથી લોકલ ટ્રેનનો વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. લોકલ ટ્રેનોના સ્ટેશનો પર પણ પાણી ફરી વળ્યા છે.
હવામાન વિભાગે 9 જુલાઈથી આગામી 48 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદના પગલે એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગની જાણકારી પ્રમાણે 4 દિવસો સુધી મુંબઈ, કોંકણ ક્ષેત્ર અને ગોવામાં વરસાદ ઓછો થાય તેવી શક્યતા નથી.
