શોપિયામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓ ઠાર
Live TV
-
જમ્મુ કાશ્મીરના શોપિયાના કુંદાલન વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે.
આતંકીઓ છૂપાયાની માહિતીના આધારે આજે સવારથી સર્ચ ઓપરેશન તેજ બનાવ્યું હતું. લશ્કર અને પોલીસ ટૂકડીએ આ વિસ્તારને ઘેરીને હાથ ધરેલ અભિયાનને સફળતા મળી છે.
જો કે હજુ સર્ચ ઓપરેશન ચાલુ જ છે. ગઈકાલે હંદવાડામાં પણ સેનાએ એક આતંકીને ઠાર કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી કશ્મીરમાં સેના ઓપરેશન ઓલ આઉટ ચલાવી રહી છે. જેમાં અનેક આતંકીઓનો ખાત્મો થયો છે. તો સેનાના ઓપરેશન ઓલ આઉટને કારણે આતંકીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આતંકીઓ પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભટકી રહ્યા છે.
