ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે સાત સંમતિપત્રો પર થયા હસ્તાક્ષર
Live TV
-
ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે આજે સાત સંમતિ પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં.
ઉપરાંત અન્ય ચાર દસ્તાવેજોનું પરસ્પર આદાન પ્રદાન કરવામાં આવ્યું. આ કરાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મુન જે ઈન ની હાજરીમાં કરવામાં આવ્યાં હતા. આ કરારોમાં કોમ્પરીહેન્સીવ ઈકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટના અર્લી હાર્વેસ્ટ ડોક્યુમેન્ટ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જે ભારત અને કોરિયાના વેપારીક સંબંધોને વધુ મજબૂત બનાવશે. આ પ્રસંગે બંને દેશના નેતાઓએ એક સાથે પત્રકાર પરિષદ સંબોધી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની કોરિયન ઉપખંડમાં શાંતિ પ્રક્રિયા માટે પ્રસંશા કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની એક્ટ ઈસ્ટ પોલીસી અને દક્ષિણ કોરિયાની ન્યુ સધન સ્ટ્રેટેજી સ્વાભાવિક રીતે એક સમાન છે.
આ દરમ્યાન ગુજરાત સરકાર અને કોરિયન ટ્રેડ પ્રોમોશન એજન્સી વચ્ચે કરાર થયા છે. સ્માર્ટ સિટી, રીન્યુએબલ એનર્જી , જેવા મુદ્દા પર તે ગુજરાત સરકારને સહયોગ આપશે. ઉપરાંત વાઈબ્રન્ટ ગુજરાત 2019 માં પાર્ટનર સંસ્થા તરીકે કોરિયન ટ્રેડ પ્રોમોશન એજન્સી ભાગ લેશે.
