દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી ઉપર બનનારુ દબાણ એક ચક્રવાતી તોફાનમાં ફેરવાયું
Live TV
-
દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી ઉપર બનનારુ દબાણ એક ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયુ છે. જેને 'ફાની'નું નામ આપવામાં આવ્યુ છે. ચક્રવાત તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટે 30 એપ્રિલની સાંજ સુધીમાં પહોંચવાનું અનુમાન લગાવી શકાય છે. આ સંજોગોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને કેબિનેટ સચિવને NCMCની બેઠક બોલાવવા સૂચના આપી દીધી છે. ગૃહમંત્રાલય પણ વિવિધ એજન્સીના સંપર્કમાં છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તેમજ NDRF તેમજ કોસ્ટ ગાર્ડને સાબદા રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર બનનારુ આ દબાણ ઝડપથી તટીય વિસ્તાર તરફ આગળ વધી રહ્યુ છે. જે મંગળવાર સુઘી ઉત્તર પશ્ચિમ દિશામાં અને ત્યારબાદ ઉત્તર-પુર્વ તરફ જશે. કેરળના અનેક સ્થાનો આજે અને આવતીકાલે હળવો અને મધ્યમ વરસાદ જ્યારે કેટલાક સ્થાનો પર ભારે વર્ષા થશે. ઉત્તરીય તમિલનાડુ અને તટીય આંધ્ર પ્રદેશમાં મંગળવાર અને બુધવારે કેટલાક સ્થાનો પર મધ્યમ વરસાદ રહેશે. આ સમયે ભારે વાવાઝોડા સાથે 56-60 કીમીની ગતિએ પવન ફુંકાઈ શકે છે.
