બુધવાર સુધીમાં ફાની વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવનાઓ: હવામાન વિભાગ
Live TV
-
ચક્રવાતી વાવાઝોડુ ફાનીએ ગઈકાલથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલ છે. હવામાન વિભાગે બુધવાર સુધી ફાની વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવનાઓ જણાવી છે. પાછલા છ કલાકથી આ વાવાઝોડુ પાંચ કિલોમીટરની ઝડપથી ઉત્તર દિશામાં વધી રહ્યું છે , તે અત્યારે ચેન્નાઈના પૂર્વ, દક્ષિણ - પૂર્વ દિશામાં 810 કિલોમીટર અને મછલીપટ્ટમ તટ થી 950 કિલોમીટરનાં અંતરે કેન્દ્રીત છે. ,હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં સામાન્ય, અને કેટલાક વિસ્તારમાં ભારેથી , અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. સરકારે આ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે. તેમજ ભારતીય તટ રક્ષક દળને હાઈ-એલર્ટ ઉપર મુકવામાં આવ્યું છે. આ બાબતે પ્રધાનમંત્રીએ અધિકારીઓ પાસેથી ચક્રવાતી વાવાઝોડુ -ફાનીથી, ઉત્પન્ન થનારી પરિસ્થિતિની, સમિક્ષા કરી હતી.
તેમજ ભારતીય નૌ-સેના મદદ માટે , સંપૂર્ણપણે તૈયાર છે. એક ટ્વિટ કરી , ભારતીય નૌ-સેનાએ જણાવ્યું છે કે, વિશાખાટ્ટનમ અને ચેન્નાઈના અસરગ્રસ્ત ક્ષેત્રમાં સંપૂર્ણ રાહત સામગ્રી સાથે જહાજો , તૈયાર છે.
નૌ-સેના વિમાન પણ તામિલનાડુમાં આરક્કોનમ નૌસેના એર સ્ટેશન પર INS રાજાલીમાં અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના INS દેવગામાં તૈનાત છે.
