દરેક ભારતીયને પોતાનું ઘર મળે તે માટે સરકાર પ્રયત્નશીલ : પીએમ મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમો એપના માધ્યમથી આવાસ યોજનાના લાભર્થીઓ સાથે કર્યો સીધો સંવાદ-પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે NDA સરકાર આવાસ યોજનાને ખૂબ મહત્વ આપી રહી છે અને દરેક ભારતીય પાસે પોતાનું ઘર હોય તે માટે પ્રયત્નશીલ છે. અગાઉની સરકારો કરતા 6 ગણા વધારે આવાસ 4 વર્ષમાં બન્યા-આવાસ યોજના થકી લોકોનુ જીવનધોરણ ઉચ્ચ લાવવાનો અમારી સરકારનો ઉદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નમો એપના માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે , "વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરવી એ આનંદની વાત છે. તેનાથી યોજનાના વિવિધ પાસાઓ અંગે જાણ થાય છે, જેમાં અમે ક્યાં ફેરફાર કરી શકીએ તે વિશે પણ માહિતી મળે છે." મોદીએ કહ્યું કે, "NDA સરકાર આવાસ યોજનાને ખૂબ મહત્વ આપી રહી છે અને દરેક ભારતીય પાસે પોતાનું ઘર હોય તે માટે પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું હતું કે, "દરેક વ્યક્તિને પોતાનું ઘર હોય તેવી ઇચ્છા હોય છે. જે તેની જિંદગીનો સૌથી વધુ આનંદ હોય છે. આવાસ યોજના માત્ર ઇંટ અને પથ્થરની જ વાત નથી પરંતુ આવાસ યોજના થકી લોકોનુ જીવનધોરણ ઉચ્ચ લાવવાનો અમારો ઉદેશ છે.
