Skip to main content
Settings Settings for Dark

દિલ્લીમાં ખેડૂત આંદોલનના નામે પ્રદર્શનકારીઓએ ફેલાવી હિંસા

Live TV

X
  • રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડ પછી નીકળેલી ખેડૂત ટ્રેક્ટર રેલી હિંસક બનતાં દિલ્હીનો રોજિંદો જીવન વ્યવહાર ખોરવાયો હતો.

    રાજધાની  દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડ પછી નીકળેલી ખેડૂત ટ્રેક્ટર રેલી હિંસક બનતાં દિલ્હીનો રોજિંદો જીવન વ્યવહાર ખોરવાયો હતો.  રેલી માટે સાંજે પાંચ વાગ્યા સુધીની મંજૂરી હતી. દિલ્હીના મોટા ભાગના મેટ્રો સ્ટેશન,  બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે સાંજે સેવા ફરી બહાલ કરવામાં આવી હતી. ખાસ કરીને સિંઘુ બોર્ડર અને ગાઝીપુર બોર્ડરેથી જ ખેડૂત દેખાવકારો દ્વારા હિંસક વ્યવહાર શરૂ થયો હતો પ્રજાસત્તાક દિવસ પરેડ પુરી થાય તે પછી ખેડૂત રેલી કાઢવાની મંજૂરી હતી. ખેડૂતોએ તે પહેલાં જ રેલી શરૂ કરીને રેલીને જે શરતે મંજૂરી મળી હતી તેનું ઉલ્લંઘન કર્યું હતું. તે પછી ખેડૂતોએ જે રૂટ નક્કી થયો હતો, તેમાં પણ જાતે જ ફેરફાર કરી લીધો હતો. ખેડૂતોએ બેરીકેડ તોડી નાખ્યાં હતા. તેને કારણે પોલીસ અને દેખાવકારો વચ્ચે આઇટીઓ સહિતના સ્થાને હિંસક અથડામણ સર્જાઇ હતી. દેખાવકારોએ અહીં જાહેર સંપત્તિ અને પોલીસ વાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આંદોલનકારીઓએ  પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે વળતો લાઠીચાર્જ કરીને દેખાવકારોને વિખેરી નાખવા અશ્રુવાયુના સેલ છોડયા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply