Skip to main content
Settings Settings for Dark

દિલ્લી-NCRમાં પ્રદૂષણની માત્રામાં વધારો, સૂચકાંક અત્યંત ગંભીર સ્તર ઉપર

Live TV

X
  •  

    દિલ્હી - NCRમાં પ્રદૂષણની માત્રા વધી રહી છે. અહીંયા આજે પણ વાયુ ગુણવત્તા સૂચકાંક અત્યંત ગંભીર સ્તર ઉપર છે. દિલ્હીમાં વધતાં પ્રદૂષણની સમસ્યા ઉપર શુક્રવારે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા કેન્દ્રને નિર્દેશ આપ્યો હતો. અદાલતે કહ્યું કે, સરકાર દિલ્હીમાં એર પ્યૂરીફાયર ટાવર લગાવવાનું માળખું તૈયાર કરે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું છે કે, તેમની ઓડ ઈવન યોજનાથી વાયુ પ્રદૂષણમાં શું ફેરફાર થયો છે ? ન્યાયાધીશ અરૂણ મિશ્રા અને ન્યાયાધીશ દિપક ગુપ્તાની ખંડપીઠે જણાવ્યું છે કે, દિલ્હીમાં પ્રદૂષણવાળા 13 મુખ્ય સ્થળોને પ્રદૂષણથી મુક્ત કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટે દિલ્હી - NCRમાં વાયુ પ્રદૂષણ ઉપર અંકુશ લગાવવા માટે હાથ ધરેલા પગલાની જાણકારી હાંસલ કરવા પંજાબ હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના મુખ્ય સચિવોને આદેશ આપ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply