Skip to main content
Settings Settings for Dark

દિલ્હીની એઈમ્સમાં બાળકો પર ભારત બાયોટેકની કોવેક્સીન રસીનું ટ્રાયલ શરૂ થશે 

Live TV

X
  • દિલ્હીની એઈમ્સમાં આજથી બાળકો પર ભારત બાયોટેકની કોવેક્સીન રસીનું ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યુ છે. તેમાં 2 થી 18 વર્ષની વયના બાળકોને રખાશે. પહેલા તબક્કામાં કુલ 17 બાળકો પર ટ્રાયલ કરવામાં આવશે. ટ્રાયલને 8 અઠવાડિયામાં પૂરું કરવાનું લક્ષ્ય રખાયું છે. ટ્રાયલ પ્રોસેસમાં બાળકોનું પહેલા સ્ક્રીનીંગ કરવામાં આવશે. જેમાં તેઓ સ્વસ્થ છે કે નહીં તે જોવામાં આવશે. આ બાદ જ બાળકોને વેક્સિન લગાવવામાં આવશે. ટ્રાયલ દરમિયાન બાળકોને કોવેક્સિનના ડોઝ આપવામાં આવશે. આ પહેલા પટના એઈમ્સમાં આ વેક્સિનનું ટ્રાયલ થયું હતું જેમાં 3 જૂને બાળકોને વેક્સિન આપવામાં આવી હતી.

    વિષય નિષ્ણાત સમિતિ (SEC) દ્વારા 12 મેના રોજ તેની ભલામણ કરવામાં આવ્યા બાદ DCGI ની મંજૂરી આપવામાં આવી છે. બાળકો પર રસીનું ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે ભારત બાયોટેકને 11 મેના રોજ ડીસીજીઆઈની મંજૂરી મળી હતી. જેના પછી ગયા મંગળવારે એઈમ્સ પટના ખાતે કોવેક્સિન માટેની બાળ ચિકિત્સાનું ટ્રાયલ શરુ થયું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply