Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયો સાથે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કરી મુલાકાત

Live TV

X
  • વેપાર સહિત અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હોવાની શક્યતા

    અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો ત્રણ દિવસની યાત્રા પર ભારત આવ્યા છે. નવી દિલ્હીમાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે પરસ્પર હિતોની વાતચીત થઈ. માઇક પોમ્પિયો વિદેશ મંત્રી ડો. એસ જયશંકર સાથે વાતચીત કરશે. તેમના વચ્ચેની વાતચીત આતંકવાદ, એચ-1બી વિઝા, વેપાર, અને ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકી પ્રતિબંધને કારણે ઉત્પન્ન થયેલી સ્થિતિ જેવા વિષયો પર કેન્દ્રીત રહે તેવી શક્યતા છે. 

    ત્યારબાદ પોમ્પિયો અને એસ. જયશંકર પત્રકાર પરિષદ સંબોધશે. મહત્વનું છે કે ભારતમાં સામાન્ય ચૂંટણી બાદ અમેરિકા સાથે આ પ્રથમ ઉચ્ચ-સ્તરની મુલાકાત થવા જઈ રહી છે. આ યાત્રાથી બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધારે મજબૂત કરવાની રીતો જાણવા માટે તેમજ દ્વિપક્ષીય, ક્ષેત્રીય તેમજ વૈશ્વિક મુદ્દાઓ સહિત બંને દેશ વચ્ચેનાં હિતોનાં મુદ્દાઓ પર ઉચ્ચ-સ્તરીય વાતચીત ચાલુ રાખવાનો એક મહત્વપૂર્ણ અવસર મળશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply