Skip to main content
Settings Settings for Dark

લોકસભામાં ભાજપ સાંસદ હેમા માલિનીએ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી

Live TV

X
  • કેન્દ્ર સરકારે પાક વીમા યોજનાની સમીક્ષા માટે રાજ્યો પાસેથી વિચાર અને સુઝાવ માંગ્યા

    સંસદના બંને સદનમાં રાષ્ટ્રપતિના ભાષણ પણ ધન્યવાદ પ્રસ્તાવ પર બીજા દિવસે પણ ચર્ચા થઈ હતી. ચર્ચા દરમિયાન મથુરાથી ભાજપ સાંસદ હેમા માલિનીએ સરકારની ઉપલબ્ધિઓને ગણાવતાં વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. ભાજપ તરફથી એલ જે મોહન અને એલજેપી તરફથી ચિરાગ પાસવાને પણ પોતાની વાતને રજૂ કરી હતી. લોકસભામાં ગઇકાલે તૃણમુલ કોંગ્રેસના સદસ્ય નુસરત જહાં અને નીમી ચક્રવતીએ લોકસભા સદસ્ય તરીકે શપથ લીધા. 

    લોકસભામાં આજે કેન્દ્ર સરકારે પાક વીમા યોજનાની સમીક્ષા માટે રાજ્યો પાસેથી વિચાર અને સુઝાવ માંગ્યા છે. કૃષિ રાજ્યમંત્રી પુરષોત્તમ રૂપાલાએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યુ હતું કે, સરકારને પાક વીમા યોજનાને સ્વૈચ્છિક અને વૈકલ્પિક બનાવવા માટે વિભિન્ન વર્ગો પાસેથી મંતવ્યો મળ્યા છે. લોકસભામાં ચર્ચાની શરૂઆત કરતાં દ્રમુક સદસ્ય દયાનિધિ મારને તમિલનાડુ સહિત સમગ્ર દેશમાં જળસંકટનો મુદ્દો ઉઠાવ્યો હતો. લોકસભામાં આતંકવાદનો મુદ્દો પણ ઉછળ્યો હતો. 

    સરકારે કહ્યું કે, દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે. તેલંગણા રાષ્ટ્ર સમિતિના કેશવ રાવે સરકારને મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે મહિલા આરક્ષણ વિધેયક રજૂ કરવા માટે અને તેને પસાર કરાવવા માટેનો અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં વિકાસની ગતિ ધીમી પડી ગઈ છે. શિવેસેનાના સંજય રાઉતે એક રાષ્ટ્રની ચૂંટણીને સ્વીકાર કરતાં પહેલાં વર્તમાન ચૂંટણી પ્રક્રિયા પર સમીક્ષાની આવશ્યકતા વ્યક્ત કરી હતી. 

    રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના માજીદ મેનને ઝારખંડમાં એક યુવકને માર મારવાની તાજેતરની ઘટના પર સરકારને સવાલ કર્યા હતા. રાજસ્થાનના રાજ્યસભા સાંસદ મદનલાલ સૈનીના નિધન બાદ તેમના સન્માનમાં રાજ્યસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભાના સભાપતિ એમ. વૈકેયા નાયડુ સહિત અન્ય સદસ્યોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply