દિલ્હીમાં આગામી મહિને યોજાનાર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર
Live TV
-
ચૂંટણી પંચે દિલ્હીમાં આગામી મહિને યોજાનાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ. આગામી 8મી ફેબ્રુઆરીએ દિલ્હીની તમામ 70 બેઠકો પર , એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. 11મી ફેબ્રુઆરીએ મત ગણતરી કરવામાં આવશે. દિલ્હીમાં કુલ 1.46 કરોડ મતદાતાઓ છે. જેમના માટે 2,689 સ્થળો પર , કુલ 13,750 મતદાન કેન્દ્ર ઉભા કરવામાં આવશે. દિલ્હીમાં તત્કાલ પ્રભાવથી આચાર સંહિતા લાગુ કરવાની જાહેરાત, ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. દિલ્હીમાં હાલ કેજરીવાલની આપ સરકાર છે. પાછલી વિધાનસભા ચૂંટણીમાં , 70માંથી 67 બેઠકો પર , આપ પાર્ટીએ જીત મેળવી હતી.
