દિલ્હીમાં લાકડાના ગોદામમાં લાગી આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ
Live TV
-
21 ફાયર ફાઇટર પહોંચ્યા ઘટના સ્થળે
દિલ્હીના મુંડકા વિસ્તારમાં વહેલી સવારે લાકડાના ગોદામમાં આગ લાગવાની ઘટના બની હતી. જેને લઈને શરૂઆતમાં 10 વધુ ગાડીઓ ઘટનાસ્થળે મોકલામં આવી હતી. જો કે, ત્યારબાદ બાદમાં તેની સંખ્યા વધીને 21ની પહોંચી છે. આ ગાડીઓ આગ ઓલવવાના પ્રયાસ કર્યા હતા.
નોંધનીય છે કે, રાજધાની દિલ્હીમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે. થોડા સમયગાળા પહેલા અનાજમંડીની આગને માંડ અઠવાડિયું થયું છે ત્યાં જ દિલ્હીમાં આજરોજ ફરી એકવાર મુંડકા વિસ્તારના લાકડાના ગોદામમાં આગ લાગી છે. આગ એટલી ભયંકર હતી કે ફાયર ફાઈટરની 12 ગાડીઓથી પણ કાબૂમાં આવી નહીં. હવે 21 ગાડીઓ તેને કાબૂમાં લેવાનો પ્રયસા કરી રહી છે.
