નાગરીક સુધારા વિધેયક મુદ્દે વિરોધ બાદ ઉત્તર-પૂર્વમાં જનજીવન થાળે પડી રહ્યું છે
Live TV
-
ગુવાહાટીમાં આજે કરફયુમાં સવારે 9 થી સાંજે 4 સુધી છૂટ
નાગરીક સુધારા વિધેયકના મુદે શરૂઆતના વિરોધ બાદ ઉત્તર- પૂર્વમાં પરિસ્થિતિ ઝડપથી સુધરી રહી છે. આસામના તમામ વિસ્તારોમાં જનજીવન થાળે પડી રહયું છે. ગુવાહાટીમાં આજે કરફયુમાં સવારે 9 થી સાંજે 4 સુધી છુટ આપવામાં આવી છે.
દિબ્રુગઢમાં પણ કરફયુમાં છુટ આપવામાં આવી છે. આસામના પોલીસ વડાએ રાજયમાં શાંતી જાળવવા અપીલ કરી છે. તેમણે કહયું છે કે કાયદો-વ્યવસ્થાનો ભંગ કરનારની સામે કડક પગલાં લેવાશે. જોકે શાંતીપૂર્વક વિરોધ પ્રર્દર્શન કરનારાઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
નાગરિકતા કાયદાના વિરોધમાં પૂર્વોત્તરના રાજ્યોના કેટલાક વિસ્તારોમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ગુવાહાટી એરપોર્ટ પર હજારોની સંખ્યામાં યાત્રીઓ ફંસાયા છે. શહેરમાં વાહનોની અવરજવર બંધ છે. ગુરૂવારથી અહીં કેટલીક ફ્લાઇટ રદ્દ કરી દેવામાં આવી છે પરંતુ કેટલાક ફ્લાઇટ જે દેશના અલગ અલગ ભાગોથી સંચાલન થયા છે તે ગુવાહાટી એરપોર્ટ પહોંચી, પરંતુ શહેરમાં વાહનોની ઉપલબ્ધતા ન થતા તેની આગળની યાત્રા સ્થગિત કરવી પડી. ઉલ્લેખનીય છે કે ગુરૂવાર મોડી રાત્રે રાષ્ટ્રપતિએ નાગરિકતા સંશોધન બિલ પર હસ્તાક્ષર કર્યા હતા, જ્યાર બાદ આ કાયદો બની ગયો છે.
