Skip to main content
Settings Settings for Dark

હિમાચલ સહિતના પહાડી રાજ્યોમાં બરફવર્ષા

Live TV

X
  • ઉત્તર ભારતમાં 2 દિવસ સવારે ગાઢ ધુમ્મસ રહેશે

    જમ્મૂ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોમાં છેલ્લા બે દિવસથી બરફવર્ષા થઇ રહી છે જેના કારણે આગામી અમુક દિવસોમાં ઠંડીના પ્રમાણમાં ગુજરાતમાં પણ વધારો થશે, બરફવર્ષાના લીધે હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં પારો શૂન્ય ડિગ્રી આસપાસ પહોંચી ગયો હતો. ભારે વરસાદના લીધે નેશનલ હાઇવે સહિત 300 રોડ પર ટ્રાફિક બંધ થઇ ગયો હતો. હરિપુરધારમાં લગભગ 200 ટૂરિસ્ટ ફસાઇ ગયા છે. તેઓ પંજાબ, હરિયાણા અને દિલ્હીના છે. તેમણે એક મંદિરમાં આશરો લીધો છે. પીવાના પાણીનો સપ્લાય જામી ગયો છે. ચંબામાં પ્રશાસને એલર્ટ જાહેર કરીને લોકોને ઘરેથી બહાર ન નિકળવાની સલાહ આપી છે. આ સમયે યોજાનારી દરેક પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી છે.

    હિમાચલના મંડીના ઘણા વિસ્તારોમાં લગભગ 40 વર્ષ બાદ બરફ પડ્યો છે. આ જિલ્લાના પ્રસિદ્ધ પરાશર તળાવમાં આ સીઝનની પહેલી બરફવર્ષા થઇ છે. તે સિવાય શિકારી દેવી, કમરુનાગ ઘાટી અને સરાજ વેલીમાં 2-3 ફુટ બરફ પડ્યો છે. હવામાન વિભાગે કહ્યું છ કે 16 ડિસેમ્બરથી લોકોને ઠંડીમાં રાહત મળશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply