Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં શિલા દીક્ષિતના આજે કરાશે અંતિમ સંસ્કાર

Live TV

X
  • રાષ્ટ્રપતિથી માંડીને પીએમ મોદી સહિતના દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ

    દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષીતનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે.. આજે તેમના અંતિમ સંસ્કાર કરાશે...રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ રાજકીય પક્ષોના નેતાઓએ તેમના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો..લાંબા સમયથી તેઓ બિમાર હતા.. અસ્કોર્ટ હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો.. શિલા દિક્ષીત વર્ષ 1998થી 2013 સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.. તેમના નેતૃત્વમાં સતત ત્રણ વખત દિલ્હીમાં કોંગ્રેસની સરકાર આવી છે.. તેઓ સૌથી લાંબા સમય માટે દિલ્હીના મુખ્યમંત્રી રહ્યાં..

    શિલા દિક્ષીતનો જન્મ 31 માર્ચ 1938ના રોજ પંજાબના કપૂરથલામાં થયો હતો.. તેમણે દિલ્હીની કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો.. તેમણે દિલ્હીની મિરાંડા હાઉસ કોલેજમાંથી માસ્ટ ઓફ આટ્સની ડિગ્રી હાસલ કરી છે.. શિલા દિક્ષીત વર્ષ 1984થી 1989 સુધી મધ્ય પ્રદેશના કન્નોજના સાંસદ રહ્યા હતા.. 1986-1989 સુધી તેઓ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. શિલા 1998થી 2013 સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. 

    તેઓ યુનઈટેડ નેશન્સ કમીશન ઓન સ્ટેટસ ઓફ વીમેનમાં ભારતના પ્રતિનિધિ રહી ચૂક્યા છે.. વર્ષ 2014માં તેમને કેરળના રાજ્યપાલ પણ બનાવવામાં આવ્યા હતા. જોકે તેમણે 25 ઓગસ્ટ 2014ના રોજ રાજીનામું આપી દીધું હતું. તેઓ અંતિમ સમય સુધી રાજકારણમાં સક્રિય રહ્યાં છે.. ત્યારે શિલા દિક્ષિતના નિધનથી કોંગ્રેસને મોટી ખોટ પડી છે.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply