દેશના 6 રાજ્યોમાં નવા રાજ્યપાલની નિયુક્તી
Live TV
-
છ રાજ્યોમાં નવા રાજ્યપાલની નિયુક્ત કરી છે. જેમાં આનંદી બહેન પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે છ રાજ્યોમાં નવા રાજ્યપાલની નિયુક્ત કરી છે. જેમાં આનંદી બહેન પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ અગાઉ તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલ હતા. જગદિપ ધનખલને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તકીરે નિયુક્ત કરવામાં આવ્યા છે. બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ અગાઉ તેઓ બિહારના રાજ્યપાલ હતા. ફાગુ ચૌહાણને બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. આર. એન રવીને નાગાલેન્ડ રાજ્યપાલ તકીરે જાહેર કરવામાં આવ્યા છે. રમેશ બૈસને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે.
