દિલ્હી, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં કોરોનાના 1-1 પોઝિટવ કેસ
Live TV
-
ભારતમાં કોરોના વાયરસના કુલ 43 કેસ
ભારતમાં કોરોના વાયરસના કુલ 43 કેસ નોંધાયા.. દિલ્હી, ઉત્તરપ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં વધુ 3 કેસ નોંધાયા, જેમાં વધુ 1 કેસ કેરળમાં પોઝિટિવ આવ્યો... બે લદ્દાખ અને એક તામિલનાડુના દર્દીનો સમાવેશ થાય છે. દેશભરમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે,. ત્યારે કોરોના વાયરસની સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં દેશની વર્તમાન સ્થિતિને લઈને આરોગ્ય મંત્રીએ પ્રધાનમંત્રી મોદીને જાણકારી આપવામાં આવી હતી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ વિભાગોને મળીને કામ કરવાનું સૂચન કર્યુ છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ કોરોના વાયરસને લઈને ખોટી અફવાથી દેશવાસીઓને બચવાની અપીલ કરી હતી. તેમણે વધુમાં કહ્યુ કે, સમગ્ર વિશ્વ નમસ્તે કરવાની આદત પાડી રહ્યું છે. આપણે પણ આજકાલ હાથ મિલાવવાના બદલે નમસ્તે કરવાની આદત પાડવી જોઈએ
