Skip to main content
Settings Settings for Dark

દિલ્હી: ટીકા ઉત્સવ અંતર્ગત પ્રસાર ભારતી સચિવાલય ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • ટીકા ઉત્સવ અંતર્ગત પ્રસાર ભારતી સચિવાલયમાં CEO સહીત 100 થી વધુ કર્મચારીઓએ કોરોના વિરોધી રસી લીધી

    ગત તારીખ 11 એપ્રિલના રોજથી દેશભરમાં ટીકા ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી, જે આવતી કાલ એટલે કે 14 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ ટીકા ઉત્સવના બીજા દિવસે દિલ્હીમાં આવેલા પ્રસાર ભારતી સચિવાલયમાં પણ ટીકા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીકા ઉત્સવમાં પ્રસાર ભારતીના CEOની સાથે સાથે પ્રસાર ભારતીના કર્મચારીઓએ કોરોના વિરોધી રસી લીધી હતી. આ દરમિયાન પ્રસાર ભારતીના CEO શશિ શેખર વેમ્પટિએ જણાવ્યું હતું કે, કોરોનાથી બચવા માટે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. જ્યારે પ્રસાર ભારતી સચિવાલયના ડેપ્યુટી ડિરેક્ટર જગતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આ ટીકા ઉત્સવમાં પ્રસાર ભરતીના 100થી વધુ કર્મચારીઓએ કોરોના વિરોધી રસી લીધી હતી અને એક પણ કર્મચારીને આ રસીની આડઅસર જોવા મળી નથી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply