પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી: અમિત શાહે દાર્જીલિંગમાં પ્રચાર રેલીનું સંબોધન કર્યું
Live TV
-
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન આગામી 17 મી એપ્રિલના રોજ થશે
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનું 4 તબક્કાનું મતદાન થઇ ચૂક્યું છે જયારે આગામી 17 મી એપ્રિલના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે. જે અન્વયે હાલ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે ચૂંટણી પ્રચાર પ્રસારના ભાગરૂપે આજે દાર્જિંલિંગમાં રેલીને સંબોધન કર્યું હતું.
આ રેલીને સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, દેશની આઝાદી અને વિકાસમાં દાર્જિલિંગની ભૂમિકા ખુબ જ મહત્વની રહી છે, તેમ છતાં દેશ આગળ વધી રહ્યો છે પણ દાર્જિંલિંગ હજુ ત્યાંનું ત્યાં જ છે, તેનો વિકાસ થયો નથી. આ માટે ગોરખાઓને દેશની મુખ્યધારામાં લાવવાની જરૂર છે.
