Skip to main content
Settings Settings for Dark

રશિયાની સ્પુતનિક-વી રસીના અન્ય રસીની જેમ 21 દિવસના અંતરે બે ડોઝ અપાશે

Live TV

X
  • ભારતના નાગરિકો માટે ગઈકાલે ભારતીય ઔષધિ મહાનિયંત્રણ ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાના નિષ્ણાંતો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતીય ઔષધિ મહાનિયંત્રણ ડીસીએજીના નિષ્ણાંતોએ રશિયાની કોરોના વિરોધી રસી સ્પુતનિક-વીનો ભારતમાં ઇમર્જન્સી ઉપયોગ કરવાની અનુમતી આપી દીધી હતી. ત્યારે આજે જાહેર કરવામાં આવ્યું છે કે, સ્પુતનિક-વી રસી 18 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે અને અન્ય રસીની જેમ સ્પુતનિક-વી રસીના પણ બે ડોઝ આપવામાં આવશે. આ બે ડોઝ વચ્ચે 21 દિવસનું અંતર રાખવામાં આવશે.  
    ભારતમાં કોવિડ મહામારીનો સામે રક્ષણ આપતી આ ત્રીજી વેક્સિનને મંજૂરી મળી છે. હૈદરાબાદ સ્થિત ડૉ. રેડ્ડી લેબમાં આ સ્પુતનિક-વી વેક્સિનનું ક્લીનીકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડૉ. રેડ્ડી લેબ દ્વારા સ્પુતનિક-વી વેક્સિન અસરકારક હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભારતની આ ડૉ. રેડ્ડી લેબએ રુસી પ્રત્યેક્ષ નિરવેશ કોષ આરડીઆઇએફ સાથે સમજૂતી કરી છે, જેથી ભારતને આ વેક્સિન મળી શકે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply