દિલ્હી પોલિસે 26 જાન્યુઆરીના ઘટનાક્રમમાં હિંસા અંગેના પુરાવા પુરા પાડવા લોકોને અપીલ કરી
Live TV
-
દિલ્હી પોલીસે 26 જાન્યુઆરીના ઘટનાક્રમમાં 38 એફ.આઇ.આર. નોંધી અને 84 જેટલા તોફાનીઓની ધરપકડ કરી. ગઈકાલે જાણીતા અખબારોના માધ્યમથી લોકોને હિંસા અંગેની પુરાવારૂપ માહિતી પુરી પાડવા માટે અપીલ કરી.
26મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં થયેલી ઘટના સંદર્ભે દિલ્હી પોલીસે જણાવ્યું છે કે 26મી જાન્યુઆરીએ યોજાયેલી ટ્રેક્ટર રેલી હિંસક બની હોવાના ઘટનાક્રમમાં 38 એફ.આઇ.આર. નોંધવામાં આવી છે અને 84 જેટલા તોફાનીઓની ધરપકડ કરવામાં આવી છે. ખેડૂત સંગઠનો દ્વારા યોજાયેલી આ રેલીએ હિંસક રૂપ લેતાં અને દેખાવકારોએ પુર્વ નિશ્ચીત રૂટની શરતનો ભંગ કરતાં દિલ્હી પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન દેખાવકારો બેરિકેડ તોડીને પોલીસ સાથે અથડામણમાં ઉતરતાં 400 જેટલા પોલીસ જવાનોને ઇજા પહોંચી હતી. સાથે જ આ ઘટનાક્રમમાં 30 જેટલા પોલીસ વાહનોને નુકસાન પણ પહોંચ્યું હતું. દિલ્હી પોલીસે શુક્રવારે જાણીતા અખબારોના માધ્યમથી લોકોને હિંસા અંગેની પુરાવારૂપ માહિતી પુરી પાડવા માટે અપીલ કરી હતી.
