પ્રધાનમંત્રીએ 'પ્રબુદ્ધ ભારત' સામયિકની 125મી વર્ષગાંઠ નિમીત્તે સંબોધન કર્યુ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'પ્રબુદ્ધ ભારત' સામયિકની 125મી વર્ષગાંઠ નિમીત્તે આયોજીત કાર્યક્રમને આજે સંબોધન કર્યુ હતુ. આ કાર્યક્રમનું આયોજન ઉત્તરાખંડના માયાવતી ખાતે આવેલા અદ્વેત આશ્રમ દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'પ્રબુદ્ધ ભારત' સામયિકની 125મી વર્ષગાંઠ નિમીત્તે આયોજીત કાર્યક્રમને સંબોધન કર્યુ હતુ. આ કાર્યક્રમનું આયોજન ઉત્તરાખંડના માયાવતી ખાતે આવેલા અદ્વેત આશ્રમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સંબોધન દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને યાદ કરતા કહ્યુ કે, આપણા રાષ્ટની ભાવનાને પ્રકટ કરવા માટે આ પત્રિકાનું નામ 'પ્રબુદ્ધ ભારત' રખાયુ છે. સ્વામી વિવેકાનંદે ભારતને એક એવી સાંસ્કૃતિક ચેતના રૂપે જોઈ જે સદીઓથી ચાલી રહી છે અને સ્વાસ લઈ રહી છે. આજનું ભારત એ એવું ભારત છે જે તમામ પડકારો બાદ વધારે મજબૂત બનતુ જઈ રહ્યુ છે.
પ્રબુદ્ધ ભારત તે એક માસિક પત્રિકા છે કે જેનું પ્રકાશન રામકૃષ્ણ મિશન કરે છે. ભારતના પ્રાચીન આધ્યાત્મિક જ્ઞાનનો પ્રસાર કરવા માટે 'પ્રબુદ્ધ ભારત' જર્નલ એક મહત્વપૂર્ણ માધ્યમ છે. તેનું પ્રકાશન 1896માં મદ્રાસ (હાલ ચેન્નઇ) ખાતેથી શરુ કરવામાં આવ્યું હતું, જ્યાં સળંગ બે વર્ષ સુધી તેનું પ્રકાશન થયું અને તે પછી અલમોરા ખાતેથી તેનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં, એપ્રિલ 1899માં આ જર્નલનું પ્રકાશન સ્થળ બદલીને અદ્વૈત આશ્રમ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું અને ત્યારથી આજદિન સુધી અદ્વૈત આશ્રમ ખાતે જ તેનું પ્રકાશન થઇ રહ્યું છે.
કેટલીક મહાન હસ્તીઓએ ભારતીય સંસ્કૃતિ, તત્વચિંતન, ઇતિહાસ, મનોવિજ્ઞાન, કળા અને અન્ય સામાજિક મુદ્દાઓ પર લખાણ લખીને 'પ્રબુદ્ધ ભારત'ના પાનાઓમાં પોતાની છાપ છોડી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ, બાળ ગંગાધર તિલક, સિસ્ટર નિવેદિતા, શ્રી ઓરોબિંદો, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાક્રિશ્નન સહિત અન્ય પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા લોકોએ વર્ષોના સમયગાળામાં આ જર્નલમાં યોગદાન આપ્યું છે.
અદ્વૈત આશ્રમ, સમગ્ર 'પ્રબુદ્ધ ભારત'નો સંગ્રહ પોતાની વેબસાઇટ પર ઑનલાઇન મુકવા માટે કામ કરી રહ્યો છે.
