દિલ્હી પોલીસે શકમંદોની કરી ઓળખ
Live TV
-
દિલ્હી પોલીસે જેએનયુ હિંસા મામલે જેએનયુ છાત્રસંઘના પ્રમુખ આઈશી ઘોષ સહિત નવ શંકાસ્પદ લોકોની ઓળખ કરી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, હિંસામાં સામેલ વિદ્યાર્થીઓની ઓળખ કરી લેવામાં આવી છે. તો સાથે જ પોલીસે હિંસા દરમિયાનની કેટલીક તસવીરો પણ રજૂ કરી હતી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, ત્રણ જાન્યુઆરીએ છાત્ર સંઘ સાથે જોડાયેલાં ચાર ડાબેરી સંગઠનો દ્વારા ત્રણ તારીખે સર્વર રૂમમાં તોડફોડ બાદ હિંસાની શરૂઆત થઈ હતી. તેણે જેએનયુ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ આઈશી ઘોષ, પૂર્વ વિદ્યાર્થી સુશીલકુમાર, પંકજ મિશ્રા, , ભાસ્કર વિજય, સુજેતા તાલુકદાર, પ્રિયરંજન, યોગેન્દ્ર ભારદ્વાજ, વિકાસ પટેલની ઓળખ કરી હતી. પોલીસે જણાવ્યું કે, તે આ તમામ લોકોને નોટિસ મોકલીને જવાબ માંગશે. પોલીસે વધુમાં જાણકારી આપી હતી કે હિંસા દરમિયાન કેટલાક ખાસ વિદ્યાર્થીઓને જ નિશાન બનાવવામાં આવ્યા હતા. પોલીસે પરિસરમાં હિંસા થઈ તે વખતે જ બનાવવામાં આવેલા યૂનિટી અગેઇન્સ્ટ લેફ્ટ નામના વૉટ્સએપ ગ્રૂપના એડ્મિનિસ્ટ્રેટર તરીકે ભારદ્વાજની ઓળખ કરી હતી
