દેશમાં CAAના સમર્થનમાં વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય
Live TV
-
ગઈકાલે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર યોજાઈ ગયો. રાજ્યપાલના ઉદ્બોધનથી તેનો પ્રારંભ થયો હતો. રાજ્યપાલના ઉદ્બોધન સમયે વિપક્ષ દ્વારા રાજ્યમાં થયેલા શિશુઓનાં મોત અને સીએએના મુદ્દે વિરોધ સાથે હોબાળો કરતાં રાજ્યપાલે તેમનું ભાષણ ટૂંકાવ્યું હતું અને ગૃહ 15 મિનિટ માટે મુલતવી રહ્યું હતું. ત્યારબાદ રાજ્યપાલશ્રીના પ્રવચન પર આભાર પ્રસ્તાવ રજૂ થયો હતો. ગૃહના એજન્ડામાં CAAના સમર્થનમાં પ્રસ્તાવ બહુમતીથી પસાર થયો હતો તો SC-ST અનામતના સંદર્ભે બંધારણીય સુધારાને અનુમોદન આપતો ઠરાવ અને સરકારને અભિનંદન આપતો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિધાનસભાનું શિયાળુ સત્ર 24 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 31મી માર્ચ સુધી ચાલશે. કુલ 25 દિવસ વિધાનસભાનું સત્ર ચાલશે જેમાં અંદાજિત 27 જેટલી બેઠકો મળશે. વિપક્ષે કરેલા હોબાળા અંગે શાસક ભાજપે અને કૉંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
