Skip to main content
Settings Settings for Dark

દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઈન લોકો માટે શરૂ કરવામાં આવી

Live TV

X
  • દિલ્હી મેટ્રોના આ સ્ટેશન પર ઉતરશો તો બતાવવું પડશે ID પ્રૂફ

    દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઈન મંગળવાર સવારે લોકો માટે શરૂ કરવામાં આવી હતી. મેટ્રો ફેઝ-3 અંતર્ગત શરૂ થયેલી મજેન્ટા લાઈન કાલકાઝીથી જનકપુરી વેસ્ટ વચ્ચે ચાલશે. આ લાઈનમાં આવતા શંકર વિહાર મેટ્રો સ્ટેશનથી એગ્ઝિટ કરતા પહેલા તમારે આઈડી પ્રૂફ બતાવવું પડશે. મેટ્રો અધિકારીઓના જણાવ્યા અનુસાર શંકર વિહાર મેટ્રો સ્ટેશન ડિફેન્સ વિસ્તારમાં આવે છે. જેથી મુસાફરોની સુરક્ષાકર્મીઓને પોતાનું આઈડી પ્રૂફ બતાવવુ પડશે.

    શંકર વિહાર મેટ્રો સ્ટેશન મજેન્ટા લાઈનના 16 સ્ટેશનોમાંથી એક છે. આ લાઈન 24.82 કિલોમીટર લાંબી છે. જેમાં 14 સ્ટેશન અંડરગ્રાઉન્ડ છે. શંકર વિહાર મેટ્રો સ્ટેશન ડિફેન્સ વિસ્તારમાં આવે છે. જેથી સુરક્ષા કર્મચારીઓને આઈડી પ્રૂફ બતાવવુ પડશે. શંકર વિહાર મેટ્રો સ્ટેશનની જમીન ડિફેન્સ મિનિસ્ટિરિ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તે ડિફેન્સ કેન્ટ એરિયામાં આવે છે. જેથી મુસાફરોએ આ મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી અને એગ્ઝિટ માટે પરમિશનની જરૂર રહેશે.

    શંકર વિહાર સિવાય સદર બજાર કેન્ટ મેટ્રો સ્ટેશન પણ ડિફેન્સ એરિયામાં આવે છે. પરંતુ સદર બજાર મેટ્રો સ્ટેશન રસ્તા પર જ છે અને અહીં લોકો સરળતાથી એન્ટ્રી અને એગ્ઝિટ કરી શકે છે.

    મેટ્રોના ફેઝ-3 અંતર્ગત મજેન્ટા લાઈનનું ઉદ્ઘાટન સોમવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કર્યુ હતું. મંગળવારે આ લાઈન આમ જનતા માટે સવારે 6 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. આ મેટ્રોના માધ્યમથી નોએડા-ગુડવાંગની સફર સરળ થઈ ગઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply