Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાના પ્રતિનિધિ મંડળ સાથે કરી મુલાકાત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જાકાર્તામાં થયુ ભવ્ય સ્વાગત

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા પહોંચ્યા હતા. જ્યાં ભારતીય સમુદાયને સંબોધતા પ્રધાનમંત્રી ગદ્દગદ્દ થઇ ગયા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં વિશ્વભરમાં જ્યાં જવાની તક મળી ત્યાં ભારતીય સમુદાયને મળ્યો છું. જેમના મૂળ ભારતમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ પૂર્વિય એશિયાના ત્રણ દેશોની મુલાકાતે છે. આ મુલાકાતના પ્રથમ તબક્કામાં તેઓ ઈન્ડોનેશિયામાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જકાર્તામાં રાષ્ટ્રપતિ જોકો વિડોડો તથા તેમના પ્રતિનિધિ મંડળની મુલાકાત લીધી હતી. આ દ્વિપક્ષીય વાતચીતમાં બંને દેશો વચ્ચે ટેકનોલોજી વ્યાપાર અને વાણિજ્ય ક્ષેત્રીય સંપર્ક અને આતંક વિરોધી સુરક્ષા અંગેની બાબતો માં સહકાર આપવાની સમજૂતી થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રપતિ જોકો વિડોડો વચ્ચે 15 મુદ્દાઓ પર સમજૂતિ સધાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરિયાઈ સરહદી સુરક્ષા માટે સાગર નામના કરાર પર બોલતા જણાવ્યું હતું કે સાગર એટલે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ રિજન. આ કરારથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબુત બનશે. આંતર રાષ્ટ્રીય સમુદ્રી સરહદની સુરક્ષા બંને દેશો માટે ચિંતાજનક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય મંત્રણા બાદ ઈન્ડોનેશિયાને ભારતના મિત્ર તરીકે ગણાવ્યું હતું તથા તમામ વિપરીત સંજોગોમાં ઈન્ડોનેશિયાને સહકાર આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રપતિ વિડોડોએ જકાર્તા પતંગ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રમઝાન મહિનાની શુભેચ્છા પાઠવી હતી તથા ઈસ્તિકલા મસ્જિદની મુલાકાત લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply