Skip to main content
Settings Settings for Dark

17માં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો

Live TV

X
  • અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. 77.57 થયો, તો દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ. 77.83 પ્રતિ લીટર થઈ

    પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત 16 દિવસ સુધી વધારો નોંધાયા બાદ બુધવારે તેમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમતમાં 60 પૈસાનો ઘટાડો થયો છે. ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ. 77.83 પ્રતિ લીટર થઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 59 પૈસાનો ઘટાડો નોંધાયો છે, અહીં પેટ્રોલનો નવો ભાવ રૂ. 85.65 પ્રતિ લીટર થયો છે.

    ડીઝલની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં ડીઝલની કિંમતમાં 56 પૈસાનો ઘટાડો થયો છે. નવો ભાવ રૂ. 68.75 પ્રતિ લીટર થયો છે. મુંબઈમાં ડીઝલનો ભાવ 59 પૈસા ઘટીને લીટર દીઢ રૂ. 73.20 થયો છે. નોંધનીય છે કે કર્ણાટકની ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો નોંધાયો છે. કર્ણાટક ચૂંટણી દરમિયાન 19 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલનો ભાવ વધ્યો ન હતો. બાદમાં રોજ કિંમતમાં વધારો નોંધાયો હતો. 14મી મેથી 29મી મે સુધી પેટ્રોલની કિંમતમાં રૂ. 3.80 પ્રતિ લીટરનો વધારો નોંધાયો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં રૂ. 3.38નો વધારો નોંધાયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply