Skip to main content
Settings Settings for Dark

દિલ્હી-વિશ્વ સાઈકલ દિવસ પર નવી પહેલ

Live TV

X
  • દિલ્હીમાં સાઈકલ રેલીને ઉપરાષ્ટ્રપતિએ કરાવ્યુ પ્રસ્થાન

    આજે વિશ્વ સાયકલ દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે..ત્યારે નવી દિલ્હી ખાતે ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુએ સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યુ હતુ..જોકે આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ સાયકલ પણ ચલાવી હતી..જેના ફોટો ટ્વીટર પર પોસ્ટ કર્યા છે..જેને ખૂબ લાઈક મળી રહી છે..કાર્યક્રમ અંતર્ગત એનડીએમસી વિસ્તારના મહત્વના સ્થળો પર 50 સ્માર્ટ સાઈકલ સ્ટેન્ડની સ્થાપના કરાઈ છે..પ્રત્યેક સ્ટેન્ડમાં 10-10 સ્માર્ટ સાઈકલ હશે જેને ઓનલાઈન બુક કરાવી શકાશે..ચુકવણી માત્ર કેશલેશથી કરવાની રહેશે..આ માટે નેક્સ્ટ બાઈક સાથે કરાર કરવામાં આવ્યા છે..જે આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે..જર્મન ટેકનોલોજી ધરાવતી સાઈકલમાં ઓટોમેટિક જીપીએસ અને ઓટોમેટિક લોકીંગ સિસ્ટમ હશે..

    દિલ્હીના કયા સ્થળો પર હશે સાયકલ સ્ટેન્ડ
    -----------------------------
    ખાન માર્કેટ
    સેન્ટ્રલ માર્કેટ લોધી કોલોની
    બારાખંબા મેટ્રો સ્ટેશન ગેટ નંબર-2 અને 4
    એ-એફ બ્લોક પાર્કિંગ ઈનર સર્કિલ કનૉટ પ્લેસ
    સંચાર ભવન
    પટેલ ચોક મેટ્રો સ્ટેશન પાર્કિગ
    ખાન માર્કેટ પાર્કિંગ
    સુપ્રીમ કોર્ટ 
    હાઈકોર્ટ પાર્કિંગ
    મોર્ડન સ્કૂલ બારાખંબા
    ચિલ્ડ્રન પાર્ક ગેટનંબર-2
    લોધી ગાર્ડન ગેટનંબર-1

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply