દિલ્હી સરકારે G20 સમિટ દરમિયાન લાદવામાં આવનાર પ્રતિબંધો અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું
Live TV
-
દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ મહિનાની 9 તારીખથી શરૂ થનારી G20 સમિટ દરમિયાન લાદવામાં આવનાર નિયંત્રણો અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.
દિલ્હી સરકારે તેના નોટિફિકેશનમાં જણાવ્યું છે કે તમામ પ્રકારના માલસામાન વાહનો, કોમર્શિયલ વાહનો, આંતરરાજ્ય બસો અને સ્થાનિક સિટી બસો આજની રાતથી 10 સપ્ટેમ્બર સુધી મથુરા રોડ, ભૈરો રોડ, આશ્રમ ચોકથી આગળ, પુરાણા કિલા રોડ અને પ્રગતિ મેદાન ટનલની અંદર દોડશે નહીં. 8 સપ્ટેમ્બરના રોજ સવારે 5 વાગ્યાથી 10 સપ્ટેમ્બર સુધી નવી દિલ્હી જિલ્લાના સમગ્ર વિસ્તારને "નિયંત્રિત ઝોન-1" ગણવામાં આવશે.
નવી દિલ્હીમાં યોજાનારી જી20 શિખર સંમેલનને લઇને મહેમાનોનું આગમન શરૂ થઇ ગયુ છે. પ્રતિનિધિમંડળના પ્રમુખો દિલ્હી પહોંચી રહ્યા છે. નાઇઝિરીયાના રાષ્ટ્રપતિ પણ દિલ્હી પહોંચ્યા છે. તેઓ શિખર સંમેલનમાં આવનાર પ્રતિનિધિ મંડળના પહેલા પ્રમુખ છે. પદભાર ગ્રહણ કર્યા બાદ નાઇઝિરીયાના રાષ્ટ્રપતિની આ પહેલી ભારત યાત્રા છે. એરપોર્ટ પર સ્વાસ્થ્ય રાજ્યમંત્રી એસ.પી સિંઘ બઘેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ બેઠક અંગે સલામતીનો પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. બીજીતરફ સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન સિવાયના તમામ મેટ્રો સ્ટેશનો જી-20 બેઠક દરમિયાન કાર્યરત રહેશે અને મુસાફરોને મેટ્રોની સેવા ઉપલબ્ધ રહેશે .
