Skip to main content
Settings Settings for Dark

G-20 શિખર સંમેલન અગાઉ પ્રધાનમંત્રીએ એક ખાનગી વેબસાઇટને ઇન્ટરવ્યુ આપ્યો

Live TV

X
  • સમગ્ર વિશ્વ ભારતના જી-20 એજન્ડાનું સ્વાગત કરી રહ્યું છે

    દિલ્હીમાં યોજાનાર જી-20 શિખર સંમેલન અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ખાનગી વેબસાઇટને ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે જી-20 માટે ભારતના એજન્ડાનું આખી દુનિયામા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કારણકે દરેક લોકો જાણે છે કે વૈશ્વિક મુદ્દાઓનું સમાધાન શોધવામાં સક્રીય અને સકારાત્મક દ્રષ્ટિ કોણ લાવીશું.

    વધુમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વસુધૈવ કુટુમ્બકમ- એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્ય એ જી-20 માટેનું આદર્શ વાક્ય છે. વધુમાં જણાવ્યું કે આપણે સ્પષ્ટ અને સમન્વિત દ્રષ્ટિકોણ સાથે મહામારી સામે લડ્યા , ગરીબ લોકોની જરૂરિયાતોને સમજી,  વેક્સિન અભિયાન અંતર્ગત 200 કરોડ ફ્રીમાં વેક્સિનની સુવિધા ઉપલબ્ધ કરાવી  છે.

    તદુપરાંત 150થી વધુ દેશોને વેક્સિન અને દવાઓ પણ મોકલાવી છે. સાથે જ જણાવ્યું કે ભારત, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ વિકાસશીલ દેશોની સાથે મજબૂતીથી ઉભુ રહ્યું છે. આ ત્રણેય દેશો વિકાસશીલ દેશોનો અવાજ બનશે. આ ઇન્ટરવ્યુમાં પ્રધાનમંત્રીએ એ પણ વાત કરી કે મોંઘવારી સામે લડવા બધા દેશોએ એક થઇને કામ કરવાની જરૂર છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply